મુંબઈ પોલીસે વર્ષ 2018ના આત્મહત્યા કેસમાં અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી
Live TV
-
રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની મુંબઈ પોલીસે સવારે ધરપકડ કરી છે. માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને કહ્યુ કે મહારાષ્ટ્ર સરકારના આ પગલાંથી ઈમરજન્સીની યાદ આવી ગઈ.
રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની મુંબઈ પોલીસે સવારે ધરપકડ કરી છે. માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને કહ્યુ કે મહારાષ્ટ્ર સરકારના આ પગલાંથી ઈમરજન્સીની યાદ આવી ગઈ.
મુંબઈ પોલીસે આજે સવારે અર્નબ ગોસ્વામીના ઘરે જઈને ધરપકડ કરી કરી હતી. આ ધરપકડ વર્ષ 2018માં નોંધાયેલા એક આપઘાત કેસમાં થઈ છે. 2018માં ઈન્ટિરીયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેમની માતા કુમુદ નાઈકે આત્મહત્યા કરી હતી. આ કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી છે. હાલ અર્નબ ગોસ્વામીને અલીબાગ લઈ જવાયા છે.
આ વિશે માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરીને કહ્યુ કે મહારાષ્ટ્ર સરકારના આ પગલાંથી ઈમરજન્સીની યાદ આવી ગઈ. અર્નબ ગોસ્વામીની ધરપકડની ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે મુંબઈમાં પ્રેસ અને પત્રકારત્વ પર જે હુમલો થયો છે તે નિંદનીય છે. મહારાષ્ટ્ર સરકારની આ કાર્યવાહી ઈમરજન્સી જેવી છે. અમે તે કાર્યવાહીને વખોડી કાઢીએ છીએ. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને પિયુષ ગોયેલ, એસ. જયશંકર, રવિશંકર પ્રસાદે પણ ટ્વિટ કરીને અર્નબ ગોસ્વામીની થયેલી ધરપકડ મુદ્દે ચિંતા જાહેર કરી છે. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં પ્રેસની આઝાદી પર થયેલા હુમલાને અમે વખોડી કાઢીએ છીએ. જાણીતા વકીલ મહેશ જેઠમલાણીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે અર્નબ ગોસ્વામીની ધરપકડ પોલીસ સત્તાના દુરઉપયોગ બરોબર છે.
