કોરોના સામે ભારતની જંગ યથાવત, રિકવરી રેટ વધીને 71.91 ટકાએ પહોંચ્યો
Live TV
-
અન્ય દેશોની તુલનામાં સ્થિતિ સુધારા તરફ, 18 લાખ 62 હજાર થી વધુ લોકો થયા સ્વસ્થ
ભારત પુરા આત્મવિશ્વાસ સાથે કોરોના સામે જંગ લડી રહ્યું છે. આ કારણે, અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. દેશમાં 18 લાખ 62 હજારથી વધુ લોકો સ્વસ્થ થઇને ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. તેને પગલે રીકવરી રેટ વધીને 71.91 ટકા થઇ ગયો છે. ભારતનો રિકવરી રેટ અને ટેસ્ટિંગ રેટ એમ બંને વધી રહ્યા છે. દેશમાં વિતેલા 24 કલાકમાં કુલ 49 હજાર 980 કેસ નોંધાયા છે.
કોરોનાથી થતો મૃત્યુદર બે ટકા થી ઘટીને 1.93 ટકાની સપાટીએ ,પહોંચી ગયો છે. જે અન્ય દેશોની તુલનામાં ઘણો ઓછો છે. દેશમાં સક્રીય કેસની સંખ્યા 6 લાખ, 77 હજાર થી વધુ છે. સક્રિય કેસોની સંખ્યા પણ ઘટીને 26.16 ટકા થઈ છે. ગઈકાલે શનિવારે દેશભરમાં કુલ 7 લાખ 46 હજાર, 608 કોવિડ ટેસ્ટ થયા હતા.
