સરહદી-તટીય જિલ્લાઓમાં NCCના વિસ્તારના પ્રસ્તાવને રક્ષામંત્રી રાજનાથ સિંહે આપી મંજૂરી
Live TV
-
રક્ષામંત્રી રાજનાથ સિંહે દેશની સીમા અને તટીય જિલ્લાઓના યુવાઓની આકાંક્ષાને પૂરી કરવા માટે રાષ્ટ્રીય કેડેટ્સ Core NCCની એક મોટી વિસ્તાર યોજનાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
આ પ્રસ્તાવ મુજબ દેશના 173 તટિય અને સીમા ક્ષેત્રના જિલ્લામાંથી કુલ 1 લાખ કેડટ્સ NCCમાં જોડાશે.
જેમાં એક તૃત્યાંશ જેટલી મહિલાઓ રહેશે. જે માટે તટિય અને સીમા ક્ષેત્રના જિલ્લાની 1 હજારથી વધુ સ્કૂલો અને કોલેજોની ઓળખ કરાઈ છે, જ્યાં NCCનું શિક્ષણ પ્રદાન કરવામાં આવશે. જે માટે કુલ 83 NCC યુનિટ્સને ઉન્નત કરવામાં આવશે.
જેમાં 53 સેનાના, 20 નૌ-સેનાના, અને 10 વાયુસેનાના એકમો શામેલ છે. NCCના વિસ્તારની આ યોજના , રાજ્યો સાથે ભાગીદારીમાં લાગુ થશે. જે યુવાઓને સૈન્ય પ્રશિક્ષણ અને અનશાસન જ નહિં પણ શસ્ત્રદળમાં શામેલ થવા માટે પણ પ્રેરિત કરશે. આ યોજનાના પ્રસ્તાવની ઘોષણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પોતાના સ્વતંત્રતા દિવસના ભાષણમાં કરી હતી.
