ગાંધીઆશ્રમ ખાતેથી 21 ઓકટોબરથી 1 લી નવેમ્બર સુધી એક સંવાદયાત્રાનું આયોજન કરાયું
Live TV
-
ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા થઈ રહી
ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા થઈ રહી છે ત્યારે અમદાવાદમાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના સહયોગથી ગાંધીઆશ્રમ ખાતેથી 21 ઓકટોબરથી 1 લી નવેમ્બર સુધી એક સંવાદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં જોડાનાર મહિલાઓની ટીમ છ રાજ્યો ફરી 1 નવેમ્બરે શ્રીનગર ખાતે યાત્રાનું સમાપન કરશે. આ સમગ્ર યાત્રા દરમ્યાન ગાંધીજીના વિચારોને દેશના ખૂણે ખૂણે પ્રસરાવી તેમજ મહિલાઓને પુરૂષો વચ્ચે રહેલી ભેદરેખાને દૂર કરવા માટે લોકોને સમજાવવામાં આવશે તથા યુવાનોમાં સંવેદનાની જાગૃતિ લાવવા અને સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાનો આ સંવાદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે.
