પંજાબના અમૃતસરમાં મોટી ટ્રેન દુર્ઘટના, 61ના મોત
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ટ્વીટ કરીને ઘેરાશોકની લાગણી વ્યક્ત કરી
પજાબના અમૃતસરમાં સર્જાયો ટ્રેન અકસ્માત. અમૃતસર અને માનાવાલા વચ્ચે ચૌડા ફાટક પાસે અકસ્માત સર્જાયો હતો ટ્રેનના ટ્રેક પાસે થઈ રહેલા રાવણ દહન કાર્યક્રમને જોવા માટે અનેક લોકો એકઠા થયા હતા.આ સમયે ટ્રેક પર ટ્રેન આવતાં લોકો ટ્રેનની ઝપટમાં આવી ગયા હતા.આ અકસ્માતમાં 61 લોકોના મોત થયાં છે.અને 71થી વધુ લોકો ઘાયલ થયા છે. અમૃતસરની એક લોકલટ્રેનની ઝપટમાં આવવાના કારણે મૃત્યુ પામનારાની સંખ્યા વધીને 61 સુધી પહોંચી છે.રાહત અને બચાવકાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે.ઘાયલ લોકોને હોસ્પિટલમાં ભર્તી કરાયા છે.
આ દુખદ અકસ્માત પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ટ્વીટ કરીને ઘેરાશોકની લાગણી વ્યક્ત કરી હતી, તો આ તરફ પ્રધાનમંત્રી મોદીએ આ અકસ્માતને હૃદય વિદારક ગણાવીને ટ્વીટ કરતાં ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.અને સંભવિત મદદ કરવાના આદેશ આપ્યા હતા..રેલ રાજ્યમંત્રી મનોજ સિંહાએ બચાવ રાહત કાર્યપર યુદ્ધના ધોરણે નજર રખાઈ રહી હોવાનું જણાવ્યું છે
