Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રાલય સચિવ વિવેક ભારદ્વાજ અને ટીમ ઓડીસાની સહાયે પહોંચ્યા

Live TV

X
  • ચક્રવાત ફોનીથી પ્રભાવીત ઓડીસાની મુલાકાત કરી ખોરવાયેલી સુવિધાઓ પુનઃસ્થાપિત કરવા પ્રયત્નો ગતિમાન

    ગૃહમંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક ભારદ્વાજની અધ્યક્ષતા વાળી 11 સભ્યોની કેન્દ્રીય ટીમ આજે ઓડિશાના પૂરી અને ખુરદા જિલ્લાનું નિરીક્ષણ કરશે. સાથે જ ચક્રવાત ફોનીથી અસર પામેલા વિસ્તારોની પરિસ્થિતીનો તાગ મેળવશે. ગઈકાલે વીજ સચિવ અજયકુમાર ભલ્લા અને દૂર સંચાર વિભાગના સચિવ અંશુપ્રકાશની આગેવાનીમાં ટીમે મુખ્યમંત્રી નવિન પટનાયક સાથે મુલાકાત કરી હતી અને ફોનીથી પ્રભાવીત થયેલા વિસ્તારોમાં વીજળી અને દૂરસંચારની ખોરવાયેલી સુવિધાઓ વિશે ચર્ચા કરી હતી. આગામી સાત દિવસમાં ચક્રવાત પ્રભાવીત તમામ વિસ્તારોમાં મોબાઈલ સેવા કાર્યરત થઇ જશે. પુરી અને ભૂવનેશ્વરમાં વીજ પુરવઠા વિશે વીજ સચિવે જણાવ્યું હતું કે, આ અંગેનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી નવિન પટનાયકે પત્ર લખીને પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો. પટનાયકે પોતાના પત્રમાં ઓડિશામાં પુનર્વસન માટે મદદ માંગી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply