દેશમાં થેલેસેમિયા નિદાનના મશીનો વઘુ ઉપલબ્ધ થતા સારવાર થશે ઝડપી
Live TV
-
અન્ય દેશોથી આયાત કરાતા મશીનો કરતા 25 ટકા જેટલી ઓછી કિંમતે ઉપલબ્ધ થતા સારવાર થશે ઝડપી
ગુજરાતમાં થેલેસેમિયાનાં દર્દીઓનું પ્રમાણ મોટી સંખ્યામાં છે. ત્યારે આવા દર્દીઓના બ્લડનાં પરિક્ષણ માટે હવે ભારતમાં જ બનતા હેમેટોલોજી એનેલાઇઝર્સ રેન્જનાં મશીનો ઉપલબ્ધ બનશે. આ મશીનો યુરોપ અને અન્ય દેશોથી આયાત કરાતા મશીનો કરતા 25 ટકા જેટલી ઓછી કિંમતે ઉપલબ્ધ થશે જેનાથી ખાસ કરીને રાજ્યનાં થેલેસેમિક દર્દીઓની સારવારમાં ઝડપથી મદદ રૂપ બનશે, તેમ મશીન બનાવનાર કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટર સુરેશ વઝિરાણીએ જણાવ્યું હતું રાજ્ય સરકાર પાસે થેલેસેમિયા મુક્ત કરવા માટેનું મિકેનીઝમ તૈયાર છે ત્યારે દરરોજ 1500થી વધુ લોકોને આ મશીનો દ્રારા એનેલાઇઝ કરવામાં આવે છે
