Skip to main content
Settings Settings for Dark

જમીન કૌભાંડ મામલે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ઇડીએ ધરપકડ કરી

Live TV

X
  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સેનાની જમીનના ગેરકાયદે વેચાણ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ કરી છે. હેમંત સોરેને પોતાનું રાજીનામું રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને સોંપ્યું છે.

    ED આ કેસમાં વધુ પૂછપરછ માટે સોરેનના રિમાન્ડની માંગ કરશે. હેમંત સોરેનના રાજીનામાં બાદ ચંપઈ સોરેનને JMM ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ચંપઇ સોરેને સત્તા ધારી ગઠબંધનના 5 ધારાસભ્યો સાથે રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન તેઓએ રાજ્યપાલને 43 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો હતો. 

    હેમંત સોરેનને ગવર્નર હાઉસથી રાંચીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઝોનલ ઓફિસમાં લઈ જવામાં આવ્યા છે. ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના ગઠબંધનના 47 ધારાસભ્યોએ ચંપાઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટ્યા છે. રાજ્યપાલ સીપી રાધાક્રિષ્નને ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે ચંપાઈ સોરેનને ચૂંટવા માટે ગઠબંધનના પત્ર અને પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.

    દરમિયાન, હેમંત સોરેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સ સામે ઝારખંડ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી છે. ડિવિઝન બેન્ચ આજે સવારે 10:30 વાગ્યે આ કેસની સુનાવણી કરશે. બીજી તરફ હેમંત સોરેનની ધરપકડના વિરોધમાં આદિવાસી મૂળ સંગઠને આજે ઝારખંડ બંધનું એલાન આપ્યું છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply