જમ્મુના સુંદરબાની સેક્ટરમાં સુરક્ષાદળે આતંકીઓની ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવી
Live TV
-
જમ્મુ કાશ્મીરમાં જમ્મુના સુંદરબાની સેક્ટરમાં સુરક્ષાદળે આતંકીઓની ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવી હતી. ઘૂસણખોરીને પ્રયાસ કરતા બે આતંકવાદીઓને સેનાના જવાનોએ ઠાર માર્યાં હતા. આતંકવાદીઓ પાસેથી બે એકે 47 રાઇફલ મળી આવી છે. આ ઘટનામાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. આ પહેલા રવિવારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ બે અલગ અલગ અથડામણમાં 5 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ એન્કાઉન્ટર રાજૌરી અને કુલગામ જિલ્લામાં થયા હતા. કુલગામમાં અથડામણ પછી થયેલા વિસ્ફોટમાં છ નાગરિકનાં મોત પણ થયા હતા.
