Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે યુવા ઓલિમ્પિકમાં પદક જીતનાર ખેલાડીઓ સાથે મુલાકાત કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે યુવા ઓલિમ્પિકમાં પદક જીતનાર ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ વર્ષે યુવા ઓલમ્પિકમાં ભારત અત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 3 સુવર્ણ, 9 રજત અને એક કાંસ્ય પદક જીત્યોછે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ તમામ ખેલાડીઓને આવનાર ઓલિમ્પિક્સમાં પદક મેળવવા માટે એકાગ્ર થઈને સખત મહેનત કરવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ખેલાડીઓને આશ્વાસન આપ્યું કે તે બધી જ જરૂરી સુવિધાઓ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. વિશ્વસ્તરે ખેલ જગતમાં ભારતનું નામ રોશન કરવા બદલ ખેલાડીઓના યોગદાનને તેમણે બિરદાવ્યું તેમજ તેમણે ખેલાડીઓને તેમના ગામની શાળાના વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા પણ અનુરોધ કર્યો હતો.

    યૂથ ઓલમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનાર યુવા ખેલાડીઓને ભારતીય ઓલમ્પિક સંઘ દ્રારા રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં સુવર્ણ પદક જીતનારને 25 લાખ, રજત પદક જીતનારને 16 લાખ, 70 હજાર અને કાંસ્ય પદક જીતનારને 10 લાખ આપવામાં આવ્યા હતા. ખેલાડીઓના આ શાનદાર ઐતિહાસિક પ્રદર્શન માટે રમતગમત મંત્રાલયે ખુશી વ્યક્ત કરી હતી તેમજ આ અવસરે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે કેન્દ્રિય ખેલ રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તેમના શાનદાર પ્રદર્શનને બિરદાવ્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply