Skip to main content
Settings Settings for Dark

નેતાજીએ ભાગલા પાડો અને રાજ કરોની નિતીને જડમુળમાંથી ઉખાડવાનો સંકલ્પ કર્યો હતો : પ્રધાનમંત્રી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદ હિંદ સરકારની 75મી વર્ષગાંઠ પર લાલ કિલ્લા પર આયોજીત સમારોહમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને આઝાદ હિંદ સરકારની સ્મૃતિમાં એક વિશેષ તક્તિનું અનાવરણ કર્યું હતું. આ મહત્વપૂર્ણ ઐતિહાસિક આયોજનમાં ઈન્ડિયન નેશનલ આર્મિના લાલતીરામ, નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા ચંદ્રકુમાર બોઝ, સાંસ્કૃતિક મંત્રી મહેશ શર્મા અને બ્રિગેડિયર આર.એસ.ચિક્કરા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, સરકાર નેતાજી સુભાષચંદ્ર બોઝના સપનાઓને પુરા કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નેતાજીએ ભાગલા પાડો અને રાજ કરોની નિતીને જડમુળમાંથી ઉખાડવાનો સંકલ્પ કર્યો હતો. પરંતુ આઝાદીના કેટલાક વર્ષો બાદ પણ આ નીતિ વિવિધ સ્વરૂપોમાં હાજર છે. જેનો અંત લાવવો જરૂરી છે. પ્રધાનમંત્રી મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝના દેશ પ્રત્યેના યોગદાનને પણ યાદ કરતા કહ્યું કે, તેમણે ભારતને ભારતીયતાની નજરે જોયુ હતું. અને હાલની સરકાર પણ એ જ વિચારધારા પર કામ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply