જામનગરમાં કૃષિમંત્રી આર.સી.ફળદુના હસ્તે એકતા યાત્રાનો પ્રારંભ કરાવાયો
Live TV
-
જામનગરમાં કૃષિમંત્રી આર.સી.ફળદુના હસ્તે એકતા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો
જામનગરમાં કૃષિમંત્રી આર.સી.ફળદુના હસ્તે એકતા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ તકે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા,મેયર હસમુખભાઈ જેઠવા કલેકટર રવિશંકર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી આ એકતા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. મહત્વનું છે કે આગામી ૩૧ ઓકટોબરે દેશના મહાન શિલ્પી લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અનાવરણ કરવામાં આવનાર છે. તે પહેલાં સમગ્ર ગુજરાતમાં એકતા યાત્રાનો પ્રારંભ દરેક જિલ્લામાં કરવામાં આવ્યો છે.
