જમ્મુ કશ્મીરમાં ફરી શરૂ થઈ મોબાઈલ સેવાઓ
Live TV
-
ઘાટીના તમામ 10 જિલ્લાઓમાં મોબાઈલ સેવા ફરીથી કરાઈ ચાલુ
કાશ્મીરમાં ઘાટીમાં ફરીથી મોબાઈલ ફોનની ઘંટી રણકવા લાગી છે. ઘાટીમાં સોમવારે દરેક નેટવર્કની પોસ્ટપેઈડ સેવાઓ ચાલુ કરી હતી. પ્રતિબંધના કારણે ગત 72 દિવસથી આ સેવા ઠપ્પ હતી. ઘાટીના લોકોનું કહેવું છે કે સરકારના આ પગલાથી લોકોને રાહત મળશે. ખાસ તો વ્યાપારી અને પર્યટન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને રાહત મળી છે.
રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે નાગરિક સુરક્ષા, સરકારની પહેલી પ્રાથમિકતા હતી. આ જ હેતુસર કેટલાક ઐતિહાસિક પગલાઓ ઉઠાવવામાં આવ્યાં હતાં. તેમણે વિશ્વાસ દર્શાવ્યો હતો કે ટૂંક સમયમાં જ ઈન્ટરનેટ સેવાઓ શરુ થશે.
નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો કેન્દ્ર સરકાર દ્વારા ખતમ કરવા પર પ્રદેશને બે કેન્દ્ર શાસિત પ્રદેશ, જમ્મુ કાશ્મીર તથા લદ્દાખમાં વિભાજીત કર્યાના પાંચ ઓગસ્ટથી અહીં પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
