Skip to main content
Settings Settings for Dark

નેધરલેન્ડના રાજા એલેક્ઝાન્ડર -રાણી મેક્સિમાએ લીધી પ્રધાનમંત્રી મોદીની મુલાકાત

Live TV

X
  • વિલિયમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીની મુલાકાત કરી હતી.

    નેધરલેન્ડના રાજા વિલિયમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમા પાંચ દિવસની ભારત યાત્રા પર છે. વિલિયમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીની મુલાકાત કરી હતી. આ બન્ને નેતાઓ વચ્ચે પરસ્પર હિત અને સહયોગના મુદ્દે વાતચીત થઈ છે.

    આ પહેલા નેધરલેન્ડના રાજા વિલિયમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાએ રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

    નેધરલેન્ડના રાજા વિલિયમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સીમાનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે રાજા વિલિયમે ઉત્તમ મહેમાનગતી માટે ભારતનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત સાથે તેમની જૂની યાદો જોડાયેલી છે. પોતાની યાત્રા દરમિયાન નેધરલેન્ડના રાજા દ્વિપક્ષીય આર્થીક અને રાજનૈતિક સહયોગ વધારવા માટે ભારતના ઉચ્ચ નેતાઓ સાથે બેઠક કરશે. નોંધનીય છે કે 2013માં સત્તારુઢ થયા પછી તેમની પહેલી ભારત રાજકીય યાત્રા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply