મહારાષ્ટ્રથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિપક્ષ પર પ્રહાર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના અકોલામાં ચૂંટણી સભાને સંબોધતા ,વિપક્ષ પર કર્યા આકરા પ્રહારો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના અકોલામાં જન સભાને સંબોધન કરતાં વિપક્ષોને આડે હાથે લીધા હતા. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના શાસન દરમિયાન ખેડૂતો સુધી કોઈપણ પેકેજનો લાભ પહોંચતો ન હતો, જે હવે ભાજપા સરકાર ખેડૂતોને સીધો લાભ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પનવેલ અને પરથુરમાં પણ જનસભાને સંબોધન કરશે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં , વિધાનસભાની ચૂંટણી માટે , પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ કોંગ્રેસ સહિત ,અન્ય રાજકીય પક્ષના નેતાઓએ પ્રચાર માટે ,પુરી તાકત લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે ,કે, મહારાષ્ટ્ર અને હરિયાણાં ,21 ઓક્ટોબરે ,વિધાનસભા ચૂંટણી માટે ,મતદાન યોજાનાર છે
