જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોના જવાનોએ ત્રણ આતંકવાદી ઠાર માર્યા
Live TV
-
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં પુલવામા હુમલાના સૂત્રધાર ખાલીદ સહિત ત્રણ આતંકવાદી ઠાર મરાયા હતા જ્યારે એક જવાન પણ શહિદ થયો હતો. અથડામણ દરમિયાન એક નાગરિકનું પણ અવસાન થયું હતું. પુલવામાના ડાલીપોરા ખાતે આ અથડામણ સર્જાઇ હતી.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં પુલવામા હુમલાના સૂત્રધાર ખાલીદ સહિત ત્રણ આતંકવાદી ઠાર મરાયા હતા જ્યારે એક જવાન પણ શહિદ થયો હતો. અથડામણ દરમિયાન એક નાગરિકનું પણ અવસાન થયું હતું. પુલવામાના ડાલીપોરા ખાતે આ અથડામણ સર્જાઇ હતી. આતંકવાદી છુપાયાની બાતમી ના આધારે ગુરૂવારે સવારે આ વિસ્તારમાં શોધ અભિયાન હાથ ધરાયું હતું. તે દરમિયાન આતંકવાદી ઓએ ગોળીબાર શરૂ કરી દેતાં થયેલી અથડામણમાં બે જવાનોને ઇજા પણ પહોંચી છે. સ્થળ પરથી શસ્ત્ર સંરજામનો જંગી જથ્થો મળી આવ્યો હતો. સત્તાવાળાઓએ પુલવામામાં સંચારબંધી લાદી દીધી હતી. સાવચેતીના પગલારૂપે ક્ષેત્રમાં ઇન્ટરનેટ સેવા પણ સ્થગિત કરવામાં આવી છે
