જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના પહાડી વિસ્તારમાં વર્ષની પ્રથમ હિમ વર્ષા થતાં ઠંડીનું પ્રમાણ વધ્યું
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેટલાંક પહાડી વિસ્તારમાં વર્ષની પ્રથમ હિમ વર્ષા થતાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જ્યારે વાતાવરણ આહલાદક બન્યું છે. શનિવાર સવારથી અહીં બરફ પડવાની શરૂઆત થઈ છે. તેની સાથે જ કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. હિમ વર્ષાને પગલે લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરને જોડતા કેટલાંક રસ્તાઓ બંધ થઈ ગયાં છે. ખાસ કરીને શ્રીનગર- લેહ હાઈવે બંધ કરી દેવો પડ્યો છે, આ ઉપરાંત મુગલ રોડ પર પણ વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો છે. જો કે, જમ્મુ-શ્રીનગર હાઈવે કાર્યરત છે.
