મહારાષ્ટ્રમાં આજથી તમામ ધાર્મિક સ્થળ ફરી ખોલવામાં આવ્યા
Live TV
-
મહારાષ્ટ્રમાં આજથી તમામ ધાર્મિક સ્થાન ફરી ખોલી દેવામાં આવ્યા છે. સવારે સિદ્ધીવિનાયક મંદિરમાં ભક્તોએ દર્શન કર્યા હતા. મંદિરમાં કોવિડથી બચાવ માટેની તમામ વ્યવસ્થા કરવા ઉપરાંત ભીડભાડ ના થાય તેની તકેદારી રખાઇ રહી છે. તમામ ધાર્મિક સ્થાને માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ ફરજીયાત છે. મહારાષ્ટ્રમાં ઉસ્માનાબાદ જિલ્લામાં પ્રસિદ્ધ તુળજા ભવાનીના દર્શને આવનારા શ્રદ્ધાળુ માટે પણ નિઃશુલ્ક પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. 500 શ્રદ્ધાળુને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. હાલમાં મંદિરમાં કોઇ વિધી કે ધાર્મિક કાર્યક્રમનું આયોજન નહીં થાય.
