જમ્મુ-કાશ્મીર અને શ્રીનગરમાં બરફ પડતા પહાડો પર છવાઈ સફેદ ચાદર
Live TV
-
જમ્મુ-કાશ્મીર અને શ્રીનગરમાં બરફ પડતા પહાડો પર છવાઈ સફેદ ચાદર
જમ્મુ-કાશ્મીર અને શ્રીનગરમાં ભારે બરફ વર્ષા શરૂ થઇ છે. બરફ વર્ષાના કારણે સડક પર બરફની ચાદર જોવા મળી રહી છે. શ્રીનગરમાં દલ સરોવરના કિનારે પ્રવાસીઓ આ બરફ વર્ષાનો આનંદ ઉઠાવી રહ્યાં છે. જમ્મુ-કાશ્મીરમાં અત્યારનો સમય ભારે ઠંડીવાળો માનવામાં આવે છે. ગતવર્ષની તુલનામાં બરફ વર્ષા ઘણી ઓછી થઇ રહી છે, પરંતું છેલ્લા કેટલાક દિવસોથી બરફ-વર્ષા અને વરસાદ શરૂ થતાં પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. જેનાથી ત્યાનાં લોકો માટે સારી રોજગારી ઉભી થઇ રહી છે. દરમિયાન શ્રીનગરના ડેપ્યુટી કમિશનર ડો. બિલાલ મોઇદ્દીન ભટ્ટે તાજી બરફ વર્ષાને લઇને સ્થિતિની સમિક્ષા કરી હતી.
