Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદી બે દિવસ આસામના પ્રવાસે,"માં કામાખ્યા દિવ્ય પરીયોજના" સહિત 11 હજાર કરોડના વિકાસના કામોનું લોકાપર્ણ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  બે દિવસ પૂર્વોઉતરના સૌથી મોટા રાજ્ય આસામના પ્રવાસે છે, રવિવારે પ્રધાન મંત્રીએ 11 હજાર કરોડ થી પણ વધુ ના વિકાસ ના કર્યોનું  ઉદઘાટન કર્યું હતું. આ વિકાસના કામોમાં "માં કામાખ્યા દિવ્ય પરીયોજના" પણ ઉદઘાટન  કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીએ ગોહાટીના વેટરનરી કોલેજના મેદાનમાં ઉપસ્થિત જનસમુહદાયે પણ સંબોધીત કર્યો હતો. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ પૂર્વોઉતર ના વિકાસ ને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર ની યોજના અંગે જાણકારી આપી હતી. 

     નરેન્દ્ર મોદીએ "માં કામાખ્યા દિવ્ય પરીયોજના" નું શિલાન્યાસ કરતાં જણાવ્યું હતું કે આ યોજના થી રામ મંદિર જેવો માહોલ તૈયાર થસે. ગરીબને  કામવાના વધુ અવસર મળશે. આ યોજના થી માં કામાખ્યા મંદિરમાં વિશ્વય સ્તરીય સુવિધાઓ નો વિકાસ કરવામાં આવશે. આ સાથે પ્રધાનમંત્રી સરકારની મહત્વકાંક્ષી યોજના "રૂફ ટોપ સોલાર યોજના" અંગે પણ વાત કરી હતી. નરેન્દ્ર મોદી એ જણાવ્યું હતું કે આ યોજનાની મદદ થી સરકાર ઇલકટ્રિક બિલ જીરો કરવાનો પ્રયાસ કરી રહી છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ ઉતરના વિકાસ અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સયુંકત પ્રયાસો અંગે પણ લોકોને જાણકારી આપી હતી, નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં પૂર્વો ઉત્તરના વિકાશમાં થનાર ખર્ચમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે. 2014 પછી થી રેલ બજેટમાં 4000 ઘણો વધારો કરવામાં આવ્યો છે. 2014 પહેલા અહી માત્ર 10 હજાર કિલોમીટર ના નેસનલ હાઈવે હતા જ્યારે છેલ્લા દસ વર્ષ માં 6 હજાર કિલોમીટરના નવા નેસનલ હાઈવેના નિર્માણ કરવામાં આવ્યા છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ડબલ એન્જિન સરકારના પૂર્વોઉતરના વિકાસ અંગે કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે જાણકારી આપી હતી, આ વર્ષના બજેટમાં 11 લાખ કરોડ ના ઇન્ફ્રાસ્ટ્રકકચર કામો પર ખર્ચ કરવાના સરકારના સંકલ્પ અંગે પ્રધાનમંત્રીએ જાણકારી આપી  હતી. 

    પ્રધાનમંત્રીએ રાજયમાં ફોટબોલના ઇન્ફ્રાસ્ટ્રકકચર ને આંતરાષ્ટ્રીયસ્તરનું બનાવા માટે ચંદ્રપુર અને નેહરુ સ્ટેડિયમના વિકાસની આધારશીલા મૂકી હતી. ગુવાહાટીમાં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અને કરીમગંજમાં એક મેડિકલ કોલેજની આધારશીલા પણ મૂકી હતી.        
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply