જ્ઞાનવાપી મસ્જિદના વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી
Live TV
-
જ્ઞાનવાપી મસ્જિદના વિવાદ લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવા જઈ રહી છે. જ્ઞાનવાપી પરિસરમાં મળેલા શિવલિંગની પ્રાચીનતા જાણવા માટે વૈજ્ઞાનિક સર્વેક્ષણની માંગણી કરતાં હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટ આજે સુનાવણી કરશે.
હિન્દુપક્ષે જ્ઞાનવાપી પરિસરમાં તમામ 10 ભોંયરાઓ ખોલીને ત્યાં સર્વે કરવા માંગ કરી છે. મુસ્લિમપક્ષે દાખલ કરવામાં આવેલી અરજીમાં પર પણ કોર્ટમાં સુનાવણી કરશે, અહીં મુસ્લિમ પક્ષ તરફ થી અરજીમાં જણાવ્યું છે કે જ્ઞાનવાપી પરિસરની અંદર શ્રૃંગાર ગૌરી અને અન્ય દેવી-દેવતાઓની પૂજા કરવાના અધિકારની માંગ કરતી અરજી સુનાવણી લાયક નથી. બંધારણના " પ્લેસ ઓફ વરશીપ" એક્ટનો હવાલો મુસ્લિમ પક્ષ તરફ થી આપવામાં આવ્યો છે અને આ અંગે સુનાવણી ના કરવાની માંગ કરી છે.
