પ્રધાનમંત્રી લોકસભામાં આજે રાષ્ટ્રપતિના અભિ-ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપશે
Live TV
-
લોકસભા અને રજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિ-ભાષણ પછી હવે ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. આ ધન્યવાદ પ્રસ્તાવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં આજે સાંજે ગૃહ ને સંબોધીત કરશે. આ અવશર પર ભાજપે પોતાના તમામ સાંસદોને લોકસભા ગૃહમાં ખાસ હજાર રહેવા કહ્યું છે.
આ સાથે આજે રાજ્ય સભામાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગૃહમાં જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સુધારા બિલ-2024ને પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરશે. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અનુ-પૂરક અનુદાન માંગો 2023-2024ને દર્શાવતું નિવેદન ટેબલ પર મૂકશે. આ શિવાય વર્ષ 2023-2024 માટે જમ્મુ અને કાશ્મીર રાજ્ય માટે અનુદાન માટેની પૂરક માંગણીઓ દર્શાવતું નિવેદન પણ રજૂ કરવામાં આવશે. નાણાંમંત્રી જમ્મુ અને કાશ્મીર રાજ્ય ક્ષેત્ર માટે વચગાળાનું બજેટ 2024-2025 રજૂ કરશે.
આ સિવાય અન્ય કેટલાક મહત્વપૂર્ણ બીલો પર આજે ગૃહમાં ચર્ચા થશે.
