જમ્મૂ કાશ્મીરમાં યોજાયેલી ચૂંટણીમાં 75 નગરપાલિકા વોર્ડમાંથી ભાજપે 43 વોર્ડ પર વિજય મેળવ્યો
Live TV
-
જમ્મૂ કાશ્મીરમાં હાલમાં જ થયેલી સ્થાનિક સ્વરાજની યોજાયેલી ચૂંટણીઓની મતગણતરી સંપન્ન થઈ
જમ્મૂ કાશ્મીરમાં હાલમાં જ થયેલી સ્થાનિક સ્વરાજની યોજાયેલી ચૂંટણીઓની મતગણતરી સંપન્ન થઈ ગઈ છે. જમ્મુમાં 75 નગરપાલિકા વોર્ડમાંથી ભાજપે 43 વોર્ડ પર વિજય મેળવ્યો છે. જ્યારે 18 વોર્ડ પર અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે અને 14 વોર્ડમાં કોંગ્રેસે વિજય મેળવ્યો છે. કઠુઆ રીઆસી ઉધમપુર અને રાજૌરી જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટી વિજ્યી રહી છે. જ્યારે ડોડા સામ્બા પુંછ અને કિસ્તવાડ જિલ્લાઓમાં અપક્ષ ઉમેદવારોએ બાજી મારી છે. કાશ્મીર ઘાટીમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો મુખ્યત્વે વિજ્યી રહ્યા હતા. આ વિસ્તારોમાં 13 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ હતી. અત્યારસુધી અપક્ષ ઉમેદવાર 72 કોંગ્રેસ 64 અને ભાજપ 25 વોર્ડમાં વિજ્યી રહી છે.
