શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
Live TV
-
શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે આજે દિલ્લીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે આજે દિલ્લીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બન્ને નેતાઓ દ્વારા શ્રીલંકાના જાફનામાં ભારતની મદદથી ચાલી રહેલી આવાસીય યોજનાઓની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. રાનિલ વિક્રમસિંઘે ગૃહમંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને રાનિલ વિક્રમસિંઘે દ્વિપક્ષીય સંબંધો સુદ્રઢ કરવા વિશે ચર્ચા કરી હતી અને વિકાસ પરિયોજનાઓની સમીક્ષા કરી હતી. એક ટિવટમાં ગૃહમંત્રી રાજનાથસિંહ જણાવ્યું હતું કે તેમની બેઠક દરમ્યાન ભારત અને શ્રીલંકા વચ્ચે સુરક્ષા અને આતંકવાદ ક્ષેત્રમાં સહયોગ વધારવા મુદ્દે ચર્ચા થઈ હતી. વિક્રમસિંઘે ભારતની ત્રણ દિવસની યાત્રા પર છે. 2015માં પદ સંભાળ્યા બાદ વિક્રમસિંઘેની આ ભારતની પાંચમી સત્તાવાર યાત્રા છે.
