Skip to main content
Settings Settings for Dark

દરિયાઈ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા માટે નેવલ કમાન્ડરોની 3 દિવસીય કોન્ફરન્સ

Live TV

X
  • છેલ્લા 6 મહિનામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ભૌગોલિક રાજકીય પરિદ્રશ્યમાં નોંધપાત્ર ફેરફારો થયા છે.

    નેવલ કમાન્ડર કોન્ફરન્સ 2024ની પ્રથમ આવૃત્તિ આજથી શરૂ થશે. કોન્ફરન્સનો પ્રથમ તબક્કો દરિયામાં યોજાશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. આ પ્રસંગે, સંરક્ષણમંત્રી ભારતીય નૌકાદળના બંને એરક્રાફ્ટ કેરિયર્સની 'ટ્વીન કેરિયર ઓપરેશન્સ' હાથ ધરવાની ક્ષમતાના પ્રદર્શનના સાક્ષી પણ બનશે.

    રાજનાથસિંહ 3 દિવસીય કાર્યક્રમ દરમિયાન નેવલ કમાન્ડરોને સંબોધિત કરશે. કોન્ફરન્સ દરમિયાન, સંરક્ષણમંત્રી રાષ્ટ્રીય સુરક્ષા વાતાવરણને ધ્યાનમાં રાખીને ત્રણેય સેવાઓના એકસાથે કામ કરવા અંગે ચર્ચા કરવા માટે સંરક્ષણ સ્ટાફ, આર્મી, એરફોર્સ અને નેવલ કમાન્ડરો સાથે પણ મુલાકાત કરશે. તેઓ ભારતના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે ત્રણેય સેવાઓના સંકલન અને સજ્જતાને વધારવાના ક્ષેત્રોની શોધ કરશે.

    કોન્ફરન્સ સર્વોચ્ચ મહત્વની વાર્ષિક ઘટના છે જે નૌકાદળના કમાન્ડરો માટે દરિયાઈ સુરક્ષા સંબંધિત વ્યૂહાત્મક, ઓપરેશનલ અને વહીવટી બાબતો પર વિચાર-વિમર્શ કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. ભારતીય નૌકાદળના ભાવિ કાર્યક્રમોને આકાર આપવામાં આ કોન્ફરન્સની મહત્વની ભૂમિકા છે.

    રક્ષા મંત્રાલયે કહ્યું છે કે; "છેલ્લા 6 મહિનામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ભૌગોલિક રાજકીય પરિદ્રશ્યમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. ભારતીય નૌસેનાએ ઉભરતા જોખમોનો મજબૂતી અને સંકલ્પ સાથે જવાબ આપ્યો છે. નૌકાદળે આ ક્ષેત્રમાં મુખ્ય સુરક્ષા ભાગીદાર તરીકે તેની ક્ષમતા અને તેની પ્રતિબદ્ધતા દર્શાવી છે."
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply