દિલ્હી પોલીસે ખેડૂતોની ટ્રેક્ટર રેલીને શરત સાથે મંજૂરી આપી
Live TV
-
દિલ્હી પોલીસે પ્રજાસત્તાક દિવસે યોજાનારી ખેડૂતોની ટ્રેક્ટર રેલીને શરત સાથે મંજૂરી આપી દીધી છે. જો કે, પોલીસે જણાવ્યું છે કે રેલીનું આયોજન શાંતિપૂર્ણ રહે તે ખેડૂત સંગઠનોએ સુનિશ્ચીત કરવું પડશે. વિશેષ પોલીસ કમિશ્નર દિપેન્દ્ર પાઠકે પત્રકારોને જણાવ્યું કે ટિકરી, ગાઝીપુર અને સિંઘુ બોર્ડર પરથી એમ ત્રણ રસ્તા પરથી પસાર થવા રેલીને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ત્રણેય સ્થાનેથી બેરિકેડ દૂર કરવામાં આવ્યા છે. રાજપથ પર પરેડ સમાપન પછી જ ટ્રેક્ટર રેલી કાઢવા મંજૂરી આપવામાં આવી છે.
