Skip to main content
Settings Settings for Dark

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં પ્રવર્તી રહેલું ઠંડીનું તીવ્ર મોજું

Live TV

X
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારમાં ઠંડીનું મોજું પ્રવર્તી રહ્યું છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યા મુજબ જાન્યુઆરીના અંત સુધી ઠંડીમાંથી રાહત મળવાની સંભાવના નથી. રવિવારે હિમાચલના, ભારમોર, કીલોંગ અને હિમાચલ ખાતે ફરી બરફવર્ષા થઇ હતી, તો શીત લહેરની સાથે ગાઢ ધુમ્મસનું પણ સામ્રાજ્ય છવાયું હતું અને દિલ્હીમાં સવારના સમયે  વિઝિબિલિટી ઘટી ગઇ હતી. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આજથી વાયવ્યના ઠંડા પવનો ફુંકાવાનું શરૂ થતાં ઉત્તર ભારતમાં આગામી ત્રણ ચાર દિવસ ઠંડીમાં રાહત મળવાની શક્યતા નથી. જો ગુજરાતની વાત કરીએ તો મેદાની રાજ્યોમાં ગુજરાતનું નલિયા 5.1 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું, જ્યારે ગુજરાતની સરહદે રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન ફરી ગગડીને શૂન્ય સુધી પહોંચ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply