દિલ્હી પ્રદૂષણને લઈને સરકારે કરી વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગની રચના
Live TV
-
કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી એનસીઆર અને આસપાસના ક્ષેત્રોમાં વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગની કરવામાં આવી રચના
દિલ્હીના પૂર્વ મુખ્ય સચિવ એમ. એમ. કુટ્ટીને દિલ્હી-NCR અને આસપાસના વિસ્તાર માટે વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ આયોગ વાયુ પ્રદુષણ પર અંકુશ મેળવવા માટે રાજ્ય સરકારોના પ્રયાસોનો સમન્વય કરશે અને આ ક્ષેત્રો માટે વાયુ ગુણવત્તાના માપદંડો પૂરા કરશે.
મહત્વનુ છે કે દિલ્હી-NCR માં વધતા પ્રદુષણ માટે કેન્દ્ર સરકારે એક વટહુકમ દ્વારા નવો કાયદો પસાર કર્યો હતો. જેમાં એક મજબૂત સર્વેલન્સ સંસ્થા બનાવી, નિયમો નુ ઉલંઘન કરના વિરૂધ્ધ પાંચ વર્ષની જેલ અને એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે.
