બિહારમાં ત્રીજા અને અંતિમ તબકકાની ચૂંટણી મતદાન શરૂ, PM મોદીએ મતદાન પર્વમાં ભાગ લેવા કરી અપીલ
Live TV
-
બિહારમાં ત્રીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી શરૂ થઇ ગઇ છે. ત્રીજા તબક્કામાં કુલ 15 જિલ્લાના 78 બેઠકો આજે મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ મતદાન પ્રક્રિયામાં 2.35 કરોડ મતદાતા સહિત પુરૂષ-1.23 કરોડ અને 1.12 કરોડ મહિલા મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
બિહારમાં ત્રીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી શરૂ થઇ ગઇ છે. ત્રીજા તબક્કામાં કુલ 15 જિલ્લાના 78 બેઠકો આજે મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ મતદાન પ્રક્રિયામાં 2.35 કરોડ મતદાતા સહિત પુરૂષ-1.23 કરોડ અને 1.12 કરોડ મહિલા મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અંતિમ તબક્કાની ચૂંટણીમાં કુલ 1204 ઉમેદવારોમાં પુરૂષ-1094 અને મહિલા -110 ઉમેદવારોનુ ભાવિ આજે નક્કી થઇ જશે. સંવેદનશીલ મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.. આ મતદાન પ્રક્રિયામાં 33,782 મતદાન કેન્દ્રો પર મતદાન હાથ ધરાશે. પહેલા અને બીજા તબક્કાની ચૂંટણી અગાઉ 28 ઓક્ટોમ્બર અને 3 નવેમ્બરે યોજાઇ હતી. અને 10 નવેમ્બરે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે.
