દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે મતદાન શરૂ, 672 ઉમેદવારો મેદાનમાં
Live TV
-
11 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજાશે
દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે આજે મતદાન યોજાશે. જ્યારે 11 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં 672 ઉમેદવારો મેદાનમાં છે. સૌથી વધુ 28 ઉમેદવાર નવી દિલ્હી અને સૌથી ઓછા ઉમેદવાર પટેલ નગર વિધાનસભા ક્ષેત્રમાં છે. એક કરોડ મતદાતા 13 હજાર 750 કેન્દ્રો પર પોતાના મત અધિકારોનો ઉપયોગ કરશે. શાંતિપૂર્ણ મતદાન માટે 2.50 લાખ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરાયા છે. સવા લાખ જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ નિભાવી રહ્યા છે.
