દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન, જાણો કોણે કોણે કર્યુ મતદાન?
Live TV
-
વિદેશમંત્રી એસ.જયશંકરે દિલ્હીા એનડીએમસી સ્કૂલમાં મતદાન કર્યુ,.તો કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ડૉ.હર્ષવર્ધને કૃષ્ણાનગરથી મતદાન કર્યુ હતુ.
દિલ્હી વિધાનસભા ચૂંટણી-2020 માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. કુલ 70 બેઠક માટે 672 ઉમેદવાર મેદાનમાં છે. મુખ્યમંત્રી કેજરીવાલની માતાએ તેમને તિલક કર્યું ત્યારપછી સીએમ પરિવાર સાથે મતદાન કર્યુ હતુ..મુખ્યમંત્રી કેજરીવાલે તેમના પરિવાર સાથે સિવિલ લાઈન્સના એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું.
આ વખતે પણ સીએમ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા સીટથી મેદાનમાં છે. તેમના વિરુદ્ધ બીજેપીના સુનીલ યાદવ અને કોંગ્રેસના રોમેશ સબ્બરવાલ ચૂંટણી લડી રહ્યા છે.સુપ્રીમ કોર્ટના જસ્ટિસ આર ભાનુમતિ, કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, ચાંદની ચોકથી ઉમેદવાર અલકા લાંબાએ વોટિંગ કર્યું.
વિદેશમંત્રી એસ.જયશંકરે દિલ્હીા એનડીએમસી સ્કૂલમાં મતદાન કર્યુ,.તો કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ડૉ.હર્ષવર્ધને કૃષ્ણાનગરથી મતદાન કર્યુ હતુ. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે મતદાન કર્યું..બીજેપી નેતા પ્રવેશ શર્માએ મતદાન કર્યું..
તો અભિનેત્રી તાપસી પન્નૂએ પણ દિલ્હીમાં મતદાન કર્યુ ..સોશિયલ મિડિયામાં પરિવાર સાથે મતદાન કર્યા બાદ તસ્વીર પોસ્ટ કરી હતી.
તો દિલ્હીના લગ્ન સમારોહમાં વરરાજાએ લગ્નમાં બેસતા પહેલા મતદાન કરી પોતાના અધિકારના ઉપયોગની મહત્તા સિદ્ધ કરી હતી.દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ 11મી ફેબ્રુઆરીના રોજ એટલે કે મંગળવારે આવશે.
22મી ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આથી નિયમ પ્રમાણે આ પહેલા ચૂંટણી સંપન્ન કરીને વિધાનસભાની રચના કરવાની રહેશે.દિલ્હી વિધાનસભાની 70 બેઠક માટે 2689 જગ્યા પર કુલ 13,757 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. આશરે 1 કરોડ અને 47 લાખ વોટર આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણી વ્યવસ્થામાં 90 હજાર સરકારી કર્મચારીઓની મદદ લેવામાં આવી રહી છે. પોલિંગ બૂથ પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
