શ્રીલંકાના PM રાજપક્ષેએ રાજઘાટ પર આપી બાપુને શ્રદ્ધાંજલિ, PM નરેન્દ્ર મોદીને મળ્યા
Live TV
-
વિદેશમંત્રી એસ.જયશંકર સાથે કરી મુલાકાત, બંને દેશ વચ્ચે વેપાર, રક્ષા તેમજ સુરક્ષા સહયોગ સહિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા
ભારતની ચાર દિવસીય મુલાકાતે આવેલા શ્રીલંકાના પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેનું રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કરાયું હતું.. ત્યાર બાદ મહિન્દા રાજપક્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં સમાધિ સ્થળ રાજઘાટ પહોંચ્યાં હતાં જ્યાં તેઓએ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી... આ પહેલાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી હતી તેમજ વિદેશમંત્રી એસ.જયશંકર સાથે પણ મુલાકાત કરી હતી.. વિદેશમંત્રી એસ.જયશંકરે શ્રીલંકાના પ્રધાનમંત્રીને કહ્યું કે, “તમારી મુલાકાત અમારા માટે આગામી પાંચ વર્ષ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ તક છે.બંને પ્રતિનિધિ મંડળમાં શ્રીલંકામાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી જે ભારતીય સહાયથી અમલમાં આવી રહ્યા છે. બંને પક્ષો એવા ઘણા પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા માટે સંમત થયા હતા કે જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં બહુ પ્રગતિ જોવા મળી નથી.
વિદેશમંત્રીએ કહ્યું કે પર્યટન જેવા ક્ષેત્રોમાં શ્રીલંકામાં ઘણી રુચિ છે. તેમણે સૂચન આપ્યું કે ટૂંક સમયમાં એક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે એક ટીમ શ્રીલંકાના બજારમાં મોકલવામાં આવશે. ખાસ કરીને, શ્રીલંકા ભારતમાંથી સૌથી વધુ પ્રવાસીઓ મેળવે છે. 2018 માં, ભારતથી પર્યટક આવનારાઓની સંખ્યા 424,887 હતી. રાજપક્ષેએ વિદેશમંત્રીને તાજેતરમાં શરૂ કરાયેલા નવા ટાપુવાસી આવાસ પ્રોજેક્ટ વિશે માહિતગાર કર્યા હતા અને ભારતને આમંત્રણ આપ્યું છે કે તેઓ અગાઉના આવાસોના પ્રોજેક્ટ્સ જેવી જ સહાય પૂરી પાડવા માટે વિચારણા કરે કે તેઓએ ભંડોળમાં મદદ કરી છે.
મહત્વપૂર્ણ છે કે, મહિન્દા રાજપક્ષેની ભારત મુલાકાત દરમિયાન બંને દેશ વચ્ચે વેપાર, રક્ષા તેમજ સુરક્ષા સહયોગ સહિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષની સાથે તેમનું ઉચ્ચ પ્રતિનિધીમંડળ પણ ભારતની મુલાકાતે આવ્યું છે.
