દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 77 લાખ લોકોએ લીધી કોરોનાની રસી
Live TV
-
દેશમાં કોરોના રસીકરણનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ગઇકાલે સાંજે 7 વાગ્યા સુધી કુલ 1 કરોડ 77 લાખ 11 હજાર 287 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જેમાં 68 લાખ 38 હજાર 77 લોકોને પ્રથમ અને 30 લાખ 82 હજાર 942 હેલ્થકેર વર્કરોને બીજીવાર કોરોનાની રસી આપવામાં આવી છે. તેમજ 60 લાખ 22 હજાર 136 ફ્રન્ટ લાઇન વર્કરોને પ્રથમ અને 54 હજાર 177 ફ્રન્ટ લાઇન વર્કરોને બીજી વાર રસી આપવામાં આવી છે. રાષ્ટ્રવ્યાપી કોરોના રસીકરણના 48માં દિવસે ગઇકાલે સાંજે સાત વાગ્યા સુધી કુલ 10 લાખ 93 હજાર 954 લોકોને રસી આપવામાં આવી છે. જેમાં 8 લાખ 34 હજાર 141 લાભાર્થીઓને પ્રથમવાર રસી આપવામાં આવી હતી. જ્યારે 2 લાખ 59 હજાર 813 હેલ્થકેર અને ફ્રન્ટ લાઇન વર્કરોને બીજીવાર રસી આપવામાં આવી હતી. જેમાંથી 47 હજાર 137 હેલ્થ વર્કરો અને 2 લાખ 17 હજાર 858 ફ્રન્ટલાઇન વર્કરોને પ્રથમવાર રસી આપવામાં આવી છે. જ્યારે 2 લાખ 9 હજાર 838 હેલ્થકેર અને 49 હજાર 975 ફ્રન્ટલાઇન વર્કરોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત 45 વર્ષ થી ઉપરના વધુ ગંભીર બિમારી ધરાવતા દર્દીઓ 75 હજાર 147 લાભાર્થીઓને પ્રથમવાર રસી આપવામાં આવી છે. જ્યારે 60 વર્ષથી વધુ ઉમરના 4 લાખ 93 હજાર 999 લાભાર્થીઓને પ્રથમવાર રસી આપવામાં આવી છે. દેશભરમાં રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી થી શરૂ કરવામાં આવ્યું હતું. અને ફ્રન્ટલાઇન વર્કરોનું રસીકરણ બે ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. કોરોના રસીકરણના બીજા તબક્કાની શરૂઆત 1 માર્ચથી શરૂ થઇ હતી. જેમા 60 વર્ષથી ઉપરના લોકોને તેમજ 45 વર્ષથી મોટી ઉંમરના ગંભીર બિમાર લોકો માટે રસીકરણ શરૂ થયું છે.
