દેશમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો, રિક્વરી રેટ 92 ટકાને પાર
Live TV
-
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ , સતત ઘટતું જોવા મળી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી ઘટતા સંક્રમણ દર સાથે , સક્રિય કેસો , સાડા પાંચ લાખથી પણ ઓછા જોવા મળી રહયા છે. અત્યારે સક્રિય કેસોની સંખ્યા 5 લાખ , 20 હજાર, 773 છે.
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ , સતત ઘટતું જોવા મળી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી ઘટતા સંક્રમણ દર સાથે , સક્રિય કેસો , સાડા પાંચ લાખથી પણ ઓછા જોવા મળી રહયા છે. અત્યારે સક્રિય કેસોની સંખ્યા 5 લાખ , 20 હજાર, 773 છે. દેશમાં કોરોના પોઝિટિવ કેસનો દર , માત્ર 6.19 ટકા છે. ગત છેલ્લા 24 કલાકમાં નવા 47 હજાર 638 કેસો નોંધાયા છે. તેની સાથે 54 હજાર 147 દર્દીઓ સાજા થયા છે. અને આ સાથે ભારતનો રિકવરી રેટ 92.32 ટકા પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 1.49 ટકા છે. દિલ્હીમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને પોતાની સમીક્ષા બેઠકમાં જણવ્યું હતું કે, સરકાર ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટીંગ નીતિ સાથે મજબુતીથી કામ કરી રહી છે. જેથી સંક્રમણને અંકુશમાં લઈ શકાય.
