Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોનાની સ્થિતિ સુધારા પર, રિકવરી રેટ સુધરીને થયો 92.49 ટકા

Live TV

X
  • દેશમાં કોરોનાની સ્થિતિ સુધરતી જોવા મળી રહી છે. રાષ્ટ્રીય સ્તરે કોરોનાનો રિકવરી રેટ સુધરીને 92.49 ટકા થયો, મૃત્યુદર પણ ઘટીને 1.48 ટકા થયો. અત્યાર સુધી દેશમાં કુલ 78 લાખ 68 હજારથી વધુ દર્દીઓ સાજા થયા, જ્યારે માત્ર 6.03 ટકા સક્રિય કેસ.

    ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટતું જોવા મળી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી ઘટતા સંક્રમણ દર સાથે સક્રિય કેસો સાડા 5 લાખ થી પણ ઓછા જોવા મળી રહયા છે. અત્યારે સક્રિય કેસોની સંખ્યા 5 લાખ 16 હજાર 632 છે. દેશમાં કોરોના પોઝિટિવ કેસનો દર માત્ર 6.11 ટકા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 53 હજાર 920 દર્દીઓ સાજા થયા છે અને આ સાથે ભારતનો રિકવરી રેટ 92.41 ટકા પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 1.48 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દિલ્હીમાં નવા કેસ, 7 હજાર 178 નોંધાયા છે. દિલ્હીમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને પોતાની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે સરકાર Testing, Tracing, અને Treating નીતિ સાથે મજબુતીથી કામ કરી રહી છે. જેથી સંક્રમણને અંકુશમાં લાવી શકાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply