બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સાંજ સુધીમાં થયું 55.75 ટકા મતદાન
Live TV
-
બિહારમાં ત્રીજા અને અંતિમ તબક્કાનું ગઈકાલે મતદાન થયું. પ્રાથમિક અંદાજ મુજબ 55.75 ટકા મતદાન થયાના અહેવાલ. 1204 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું. મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન સંપન્ન થયું છે. સાંજે 6 વાગે પ્રાથમિક અંદાજ મુજબ 55.75 ટકા મતદાન થયું હોવાના અહેવાલ છે. ત્રીજા તબક્કામાં કુલ 15 જિલ્લાની 78 બેઠકો માટે મતદાન યોજાયુ હતું. પુરૂષ- 1.23 કરોડ અને 1.12 કરોડ મહિલા મતદારો સહિત કુલ 2.35 કરોડ મતદારોને મતાધિકાર પ્રાપ્ત થયો છે. આ સાથે કુલ 1204 ઉમેદવારોનું રાજકીય ભાવિ EVMમાં કેદ થયું છે. સંવેદનશીલ મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા થાય તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ 33,782 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાયું હતું. પહેલા અને બીજા તબક્કાની ચૂંટણી અગાઉ 28 ઓક્ટોબર અને 3 નવેમ્બરના રોજ યોજાઇ હતી. આવનારી 10 નવેમ્બરે આ ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે.
