દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 81.3 ટકા પર, મૃત્યુ દર 1.6 ટકા પર
Live TV
-
દેશમાં કોરોના સામેનો જંગ ચાલી રહ્યો છે. સરકારના સઘન પગલાને કારણે સારા પરિણામ સામે આવી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં વીતેલા 24 કલાકમાં 89 હજાર 746 દર્દી કોરોનાને માત આપીને સાજા થયા છે.
દેશમાં કોરોના સામેનો જંગ ચાલી રહ્યો છે. સરકારના સઘન પગલાને કારણે સારા પરિણામ સામે આવી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં વીતેલા 24 કલાકમાં 89 હજાર 746 દર્દી કોરોનાને માત આપીને સાજા થયા છે. કોરોના મહામારી સંક્રમિત દર્દીઓ પૈકી અત્યાર સુધીમાં કુલ 45 લાખ 87 હજાર 713 દર્દી સ્વસ્થ થઈ ચુક્યા છે. તેના કારણે રિકવરી રેટ વધીને 81.25 ટકા થયો છે. રીકવરી રેટના મુદ્દે ભારત વિશ્વભરમાં મોખરે છે. દેશમાં કોરોના મૃત્યુદર પણ ઘટીને 1.59 ટકા થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, દેશની ટેસ્ટિંગ ક્ષમતા સતત વધી રહી છે. ભારતની પ્રતિદીન ટેસ્ટિંગ ક્ષમતા વધીને 12 લાખ થઇ ચુકી છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 6.5 કરોડથી વધુ ટેસ્ટ થઇ ચુક્યા છે. આરોગ્ય મંત્રાલયે આવનારા તહેવારોના દિવસોમાં માસ્ક ધારણ કરવા ભારપુર્વક અનુરોધ કર્યો છે. મંત્રાલયે જણાવ્યું છે કે માત્ર માસ્ક ધારણ કરવાથી સંક્રમણને 36 થી 50 ટકા સુધી અટકાવી શકાય તેમ છે. મંત્રાલયે જણાવ્યું કે રાજ્યોમાં ઓક્સિજનની અછત નથી. ઓક્સિજનની સંગ્રહખોરી કરીને વધુ કિંમત વસુલનારાઓ સામે પગલાં લેવા પણ સુચના આપવામાં આવી છે. નીતિ આયોગના સભ્ય વી.કે.પોલ પણ તહેવારો અને શિયાળામાં કોરોના સંક્રમણથી બચાવ માટે લોકોને માસ્ક ધારણ કરવા અનુરોધ કરી રહ્યા છે.
➡️ દેશમાં 24 કલાકમાં કોરોનાના 83,347 નવા કેસ
➡️ 24 કલાકમાં 1085 ના મૃત્યુ; કુલ 90,020 ના મૃત્યુ
➡️ દેશમાં કોરોનાના કુલ કેસ 56,46,010
➡️ 24 કલાકમાં દેશભરમાં 89,746 દર્દી સાજા થયા
➡️ કુલ 45,87,613 સ્વસ્થ, કુલ 9,68,377 સક્રિય કેસ
➡️ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં સૌથી વધુ કેસ નોંધાયા
➡️ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,53,683 ટેસ્ટ કરાયા
➡️ અત્યાર સુધી 6,62,79,462 ટેસ્ટ કરવામાં આવ્યા
