દેશમાં કોરોના સંક્રમણનો રીકવરી રેટ વધ્યો, છેલ્લા 24 કલાકમાં 41,100 કેસ નોંધાયા
Live TV
-
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ , સતત ઘટતું જોવા મળી રહ્યું છે. દેશમાં સતત છેલ્લા 5 સપ્તાહથી કોરોનાના સક્રિય કેસનો દર ઘટી રહ્યો છે.
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ , સતત ઘટતું જોવા મળી રહ્યું છે. દેશમાં સતત છેલ્લા 5 સપ્તાહથી કોરોનાના સક્રિય કેસનો દર ઘટી રહ્યો છે. હાલ દેશમાં કોરોનાના 4 લાખ 79 હજાર 216 કેસ છે. અને માત્ર 5.48 ટકા સક્રિય કેસનો દર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 42 હજાર 156 દર્દીઓ સાજા થયા છે. અને આ સાથે ભારતનો રિકવરી રેટ 93.05 ટકા પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 1.47 ટકા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 8 લાખ 5 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ 12 કરોડ 48 લાખથી વધુ ટેસ્ટ કરાયા છે
