મહારાષ્ટ્રમાં આવેલુ છે ઉલ્કાપિંડથી સર્જાયેલું એકમાત્ર લોનાર સરોવર
Live TV
-
મહારાષ્ટ્રના બુલઢાણામાં આવેલું 50 હજાર વર્ષ જૂનું લોનાર સરોવર વેટલેન્ડ ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યું
મહારાષ્ટ્રના બુલઢાણામાં આવેલું 50 હજાર વર્ષ જૂનું લોનાર સરોવર વેટલેન્ડ ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યું...તેની સાથે આ દેશની 41મી રામસર સાઈટ બની ગઈ...કેન્દ્રીય પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકરે સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી આપી...લોનાર સરોવર 1.2 કિમી વ્યાસમાં ફેલાયેલું છે. આ સરોવર સમયાંતરે રંગ બદલતું રહે છે એટલા માટે પર્યટકો વચ્ચે લોકપ્રિય છે.
વેટલેન્ડ એટલે કે એવું ક્ષેત્ર જ્યાં ભરપૂર ભેજ હોય છે. સરોવરની આજુબાજુનો વિસ્તાર કાદવવાળો હોય છે. કોઈ વિસ્તારના વેટલેન્ડ હોવાથી તેની આજુબાજુની ખેતીને વધારે પાણીની જરૂર પડતી નથી.
1972માં ઈરાનના રામસરમાં આંતરરાષ્ટ્રીય કન્વેન્શનનું આયોજન થયું હતું. તેમાં નિર્ણય લેવાયો હતો કે વેટલેન્ડને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાય અને તેની યાદી જાહેર કરવામાં આવે. તેને રામસર નામ અપાયું.
ભારતમાં 40 રામસર સાઈટ્સ હતી. આ રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશ, બિહાર, યુપી, ગુજરાત, આસામ, પ.બંગાળ, આંધ્રપ્રદેશ, મણિપુર, તમિલનાડુ, ત્રિપુરા, કેરળ, ઓડિશા અને જમ્મુ-કાશ્મીરમાં છે.
