દેશમાં કોવિડ રસીકરણ કાર્યક્રમ હાથ ધરીને સરકારે લોકોના જીવ બચાવ્યા: કેન્દ્રીય આરોગ્ય મંત્રી
Live TV
-
ભારત સરકારે કોવિડનો અસરકારકરીતે સામનો કરવા સંપૂર્ણ સહકાર અને સંપૂર્ણ સમાજનો અભિગમ અપનાવ્યો હતો. કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ સ્ટેન્ડ ફોર ખાતે ભારતીય મંત્રણા સત્ર દરમિયાન સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અસાધારણ પરિસ્થિતિમાં દેશવ્યાપી કોવિડ રસીકરણ કાર્યક્રમ હાથ ધરીને સરકારે આશરે 34 લાખ લોકોના જીવ બચાવ્યા છે. તેમણે કહ્યું કે, જીવન બચાવવાના ધ્યેય સાથે હાથ ધરાયેલા આ અભિયાનના કારણે દેશને થનાર 18 અબજ અમેરીકી ડોલરનું નુકશાન રોકવામાં સફળતા મળી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, 16 જાન્યુઆરી 2021એ શરુ કરાયેલ કોવિડ રસીકરણ કાર્યક્રમ હેઠળ દેશની 97 ટકા વસ્તીને કોવિડની રસીના બે અબજ 20 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આ સમયગાળામાં આરોગ્ય સંભાળ ક્ષેત્રની માળખાકીય સુવિધા માટે સાડા ચાર અબજથી વધુ અમેરિકી ડોલરનું પેકેજ જાહેર કરાયું હતું. એવી જ રીતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આશરે 80 કરોડથી વધુ લોકોને અનાજ આપવામાં આવ્યું છે.
