Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડ અને મેઘાલયમાં કર્યો ચૂંટણી પ્રચાર

Live TV

X
  • 27 ફેબ્રુઆરીએ યોજાનાર નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા માટેની ચૂંટણી પ્રચારનો આવતીકાલે અંતિમ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વોત્તરના બંન્ને રાજયોમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ નાગાલેન્ડના શિલોંગમાં રોડ શો કરી જનસભાને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભાજપ પૂર્વોત્તરને અષ્ટલક્ષ્મી માને છે અને આ અષ્ટલક્ષ્મી ભારતની તાકાત છે. તો આ તરફ પ્રધાનમંત્રીએ નાગાલેન્ડના દિમાપુરમાં જનસભાને સંબોધતા જણાવ્યું કે, કોંગ્રેસ નાગાલેન્ડ સહિત પૂર્વોત્તર રાજ્યોને પોતાના ખિસ્સા ભરવા માટેનું ATM સમજતી હતી તો મેઘાલયના તુરીમાં જનસભા સંબોધતા સરકારની સિદ્ધિઓને વર્ણવી હતી. 

    ઉલ્લેખનીય છે કે, ચૂંટણી નજીક હોવાથી બંન્ને પક્ષ એડીચોટીનું જોર લગાવી રહી છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, BJP અને NDPP પક્ષો રાજયના વિકાસ માટે કાર્ય કરી રહ્યા હોવાથી નાગરિકોનું તેમને સમર્થન છે. છેલ્લા 9 વર્ષમાં નાગાલેન્ડમાં હિંસક બનાવોમાં 75 ટકા ઘટાડો થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, નાગાલેન્ડને પીએમ કિસાન યોજના હેઠળ 500 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે તેમજ 55,000 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply