Skip to main content
Settings Settings for Dark

દ્વારકા ખાતેના શિવરાજપુર બીચ સહિત દેશના 8 બીચને મળ્યું આંતરરાષ્ટ્રીય બ્લુ ફલેગ પ્રમાણપત્ર

Live TV

X
  • ગુજરાતના દ્વારકા ખાતેના શિવરાજપુર બીચ અને દીવના ઘોઘલા બીચ સહિત દેશના આઠ બીચને આંતરરાષ્ટ્રીય બ્લુ ફલેગ પ્રમાણપત્ર મળ્યું છે. પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગઇકાલે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પહેલા જ પ્રયાસે ભારત સરકારે ભલામણ કરેલા તમામ આઠ બીચને બ્લુ ફલેગ પ્રમાણપત્ર મળવુ એ બાબત સાચે જ ઐતિહાસીક ગણાવી શકાય.

    આ બે ઉપરાંત કર્ણાટકમાં કાસારગોડ અને પદુબીદ્વી, કેરળમાં કપ્પડ, આંધ્રપ્રદેશમાં રુષિકોંડા, ઓડીશામાં ગોલ્ડન બીચ તથા અંદમાન – નિકોબાર ટાપુ પ્રદેશમાં રાધા નગર બીચને પણ આંતરરાષ્ટ્રીય બ્લુ ફલેગ પ્રમાણપત્ર મળ્યું છે.બ્લુ ફલેગ પ્રમાણપત્ર કોઇપણ બીચને અપાતું વિશ્વનું મોટુ સન્માન છે.

    આ પ્રમાણપત્ર પર્યાવરણ, સલામતી તથા સુગમતાના માપદંડોના આધારે અપાય છે. આ પ્રમાણપત્ર કોપનહેગન ખાતેની બ્લુ ફલેગ પ્રમાણપત્ર ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન સંસ્થા દ્વારા આપવામાં આવે છે.

    બ્લુ ફ્લેગને દુનિયામાં દરિયાકાંઠા માટે પ્રતિષ્ઠિત ઇકો લેબલ માનવામાં આવે છે. અત્યાર સુધી ભારતના કોઇપણ ટેગ બીચ પાસે બ્લુ ફલેગનું ટેગ નહોતુ. અત્યારે સ્પેનમાં બ્લુ ફ્લેગ બીચની સંખ્યા સૌથી વધારે છે.ભારત એશિયા પેસિફિક ક્ષેત્રનો પહેલો એવો દેશ છે જેણે લગભગ બે વર્ષમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.જાપાન,દક્ષિણ કોરિયા અને યુએઇ અન્ય એશિયાઇ દેશ છે જ્યાં બ્લુ ફ્લેગ બીચ છે પણ તેમણે આ ઉપલબ્ધિ હાંસલ કરવામાં 5 થી 6 વર્ષ લાગ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply