રેલવે દ્વારા હાઈ-સ્પીડ ટ્રેનનાં AC વગરના સ્લીપર કોચને તબક્કાવાર AC સ્લીપર કોચમાં ફેરવવાનો નિર્ણય
Live TV
-
રેલવેએ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે તેવી બધી જ ટ્રેનોમાં બધાજ AC વગરના સ્લીપર કોચને તબક્કાવાર AC સ્લીપર કોચમાં ફેરવવાનો નિર્ણય લીધો છે. જો કે આ નિર્ણય હાઈ-સ્પીડ એટલે કે 130 કિલોમીટર કે તેથી વધુ ઝડપે જનારી ટ્રેનોને લાગૂ પડશે.બાકીની મેલ અથવા એકસપ્રેસ ગાડીઓમાં AC સિવાયના સ્લીપર કોચ યથાવત રહેશે. ઝડપથી જતી ગાડીમાં હવા, હવામાન વગેરે પરિબળોના લીધે ચોક્કસ પ્રકારના AC કોચ જ ઉપયોગમાં લઈ શકાય છે. અત્યારે રાજધાની, શતાબ્દી, દૂરન્તો જેની ખાસ ગાડીઓજ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવે છે.

