Skip to main content
Settings Settings for Dark

ધોરણ 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ થયું જાહેર જેમા 72.01 ટકા સાથે વિદ્યાર્થિનીઓ રહી અવ્વલ

Live TV

X
  • સૌથી વધુ રાજકોટ જિલ્લાનું 84.47 ટકા જ્યારે સૌથી ઓછું છોટાઉદેપુરનું 29.81 ટકા પરિણામ જાહેર. જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ રહ્યું 75.13 ટકા

    ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ ગઈકાલે જાહેર થયું હતું. સમગ્ર રાજ્યમાં ગુજરાતી માધ્યમમાં 71.90 ટકા જેટલું પરિણામ આવ્યું છે.જેમાં 71.80 ટકા વિદ્યાર્થીઓ અને ,72.01 ટકા વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે.રાજ્યમાં ફરી એક વખત વિદ્યાર્થિનીઓનું પરિણામ ઉંચુ આવ્યું છે.જ્યારે અંગ્રેજી માધ્મનું પરિણામ 75.13 ટકા આવ્યું છે.ગુજકેટમાં A ગ્રુપનું 78.92 ટકા B ગ્રુપનું 67.26 ટકા અને AB ગ્રુપનું પરિણામ 64.29 ટકા જાહેર થયું છે. ગુજરાતી માધ્યમમમાં રાજ્યમાં સૌથી ઉંચુ પરિણામ રાજકોટ જિલ્લાનું 84.47 ટકા આવ્યું છે.જ્યારે સૌથી નીચું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું નોંધાયું છે.

    છોટાઉદેપુરનું પરિણામ 29.81 ટકા આવ્યું છે. જો વાત કેન્દ્રની કરવામાં આવે તો સૌથી વધુ પરિણામ લાવનાર કેન્દ્ર ધ્રોલ બન્યું છે.જ્યાં 91.60 ટકા પરિણામ આવ્યું છે.જ્યારે સૌથી નીચું પરિણામ લાવનાર કેન્દ્ર બોડેલી બન્યું છે.જેનું પરિણામ માત્ર 27.19 ટકા આવ્યું છે. રાજ્યમાં 35 શાળા 100 ટકા પરિણામ લાવી છે.તો ગઈકાલે જાહેર થયેલું પરિણામ છેલ્લા સાત વર્ષમાં સૌથી નીચું આવ્યું છે. GSEB બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકાય છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply