Skip to main content
Settings Settings for Dark

નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રિંગ મામલે EDએ 751 કરોડથી વધુ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

Live TV

X
  • રૂપિયાની ગેરકાયદેસરની લેવડદેવડ કરવાના આરોપ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી.

    પ્રવર્તન નિદેશાલયે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની 751 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ જાહેર કર્યો છે. નેશનલ હેરાલ્ડ મામલે રૂપિયાની ગેરકાયદેસરની લેવડદેવડ કરવાના આરોપ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રવર્તન નિદેશાલયે જણાવ્યું છે કે, ‘તપાસ પરથી જાણવા મળ્યું છે કે, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ પાસે અપરાધથી થયેલ આવકથી 661 કરોડ 69 લાખ રૂપિયાની અચલ સંપત્તિ છે, આ સંપત્તિ દિલ્હી, મુંબઈ અને લખનઉ જેવા અનેક શહેરોમાં છે.’

    EDએ વધુમાં જણાવ્યા અનુસાર ‘યંગ ઈંડિયન પાસે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડના ઈક્વિટી શેરમાં રોકાણ કરવાના ભાગરૂપે અપરાધથી થયેલ આવક 90 કરોડ 21 લાખ રૂપિયા છે. અખબારના પ્રકાશક એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ અને તેમની હોલ્ડિંગ કંપની યંગ ઈન્ડિયન સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ-2002 હેઠળ અસ્થાયી આદેશ જાહેર કરવામાં આવ્યો છે.’

    આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. વર્ષ 2013માં દિલ્હીની એક કોર્ટમાં ભાજપના સુબ્રમણ્યમ સ્વામીએ કરેલ ફરિયાદના આધાર પર આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ગાંધી પરિવાર પર છેતરપિંડી અને ધનનો દુરુપયોગ કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. આ મામલે ડિસેમ્બર 2015માં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply