Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં G20ના નેતાઓનું વર્ચ્યુઅલ શિખર સંમેલન યોજાશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા અઢી મહિનામાં બીજી વખત G20 દેશોના નેતાઓની યજમાની કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે G20ના નેતાઓનું વર્ચ્યુઅલ શિખર સંમેલન યોજાશે. આ અંગે G20 શેરપા અમિતાભ કાંતે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા અઢી મહિનામાં બીજી વખત G20 દેશોના નેતાઓની યજમાની કરશે. તેમણે કહ્યું કે, આ વૈશ્વિક સ્તરે ભારતની તાકાત અને પીએમ મોદીનું નેતૃત્વ દર્શાવે છે. મહત્વનું છે કે,  નવી દિલ્હીમાં 10 સપ્ટેમ્બરના રોજ G20 સમિટના સમાપન સત્ર દરમિયાન, પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, ભારત તેના G20 પ્રમુખપદની સમાપ્તિ પહેલાં G20 નેતાઓની વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરશે. આ બેઠકમાં વર્ચ્યુઅલ કોન્ફરન્સ નવી દિલ્હી સમિટના મહત્વના પરિણામો અને એક્શન પોઈન્ટ્સની ચર્ચા કરાશે તેમજ ત્યારથી હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓની સમીક્ષા કરશે.  આ વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં મોટા ભાગના G20 નેતાઓ ભાગ લે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, G20 જૂથની ભારતની અધ્યક્ષતા 30 નવેમ્બરે સમાપ્ત થઈ રહી છે. બ્રાઝિલની 2024માં G20ની અધ્યક્ષતા દરમિયાન ભારત, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા શામેલ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply