સંત મીરાબાઈની 525મી જન્મજયંતીની ઉજવણી માટે મથુરામાં 'સંત મીરાબાઈ જન્મોત્સવ'નું આયોજન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 નવેમ્બરના રોજ સાંજે લગભગ 4:30 વાગ્યે ઉત્તર પ્રદેશના મથુરામાં સંત મીરાબાઈની 525મી જન્મજયંતીની ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમ 'સંત મીરાબાઈ જન્મોત્સવ'માં ભાગ લેશે. પ્રધાનમંત્રી સંત મીરાંબાઈના સન્માનમાં એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો પણ બહાર પાડશે. આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ કાર્યક્રમમાં સંત મીરાબાઈની યાદમાં એક વર્ષ સુધી ચાલનારા કાર્યક્રમોની શરૂઆત પણ કરવામાં આવશે.
સંત મીરાબાઈ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે જાણીતા છે. તેમણે ઘણા પદ અને ભજનોની રચના કરી હતી, જે આજે પણ લોકપ્રિય છે.
