પંજાબ પોલીસે ISI સમર્થિત 3 આતંકીઓની ધરપકડ કરી, ભારે માત્રામાં હથિયાર જપ્ત
Live TV
-
આરોપી પાસેથી 8 પિસ્તોલ, 9 મેગેઝીન તથા 30 કારતૂસ જપ્ત કરવામાં આવી છે.
પંજાબ પોલીસે ભટિંડામાં પાકિસ્તાની તપાસ એજન્સી ISI સમર્થિત 3 આતંકીઓની ધરપકડ કરીને ભારે માત્રામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી પાસેથી 8 પિસ્તોલ, 9 મેગેઝીન તથા 30 કારતૂસ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓએ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશથી હથિયાર ખરીદ્યા હતા. જે આતંકીઓની ધરપકડ કરવામાં આવી તેઓ ટાર્ગેટ કિલિંગની તૈયારી કરી રહ્યા હતા. પંજાબના એક ધાર્મિક નેતા નિશાન પર હતા. આરોપી સંગરૂર જેલમાં UPA હેઠળ બંધ કુલવિંદર સિંહ કિંદા તથા હરચરણ સિંહના સંપર્કમાં હતા. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.
પંજાબ પોલીસ મહાનિદેશક ગૌરવ યાદવે ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે કે, ‘કાઉન્ટર ઈન્ટેલિજેન્સ ટીમે આતંકી ગતિવિધિઓને અંજામ આપનાર 3 આતંકીની ધરપકડ કરી છે. આ આતંકીઓની ઓળખ ભટિંડા નિવાસી રાજભૂપિંદર સિંહ, ફિરોજપુર નિવાસી રમન કુમાર તથા ફરીદકોટ નિવાસી જગજીત સિંહ તરીકે થઈ છે.’
