Skip to main content
Settings Settings for Dark

યુદ્ધજહાજ ઈંફાલે સમુદ્રમાં બ્રહ્મોસ ફાયરિંગમાં ‘બુલ્સ આઈ’ સ્કોર કર્યો

Live TV

X
  • ભારતીય નૌસેનાની સ્વદેશી મિસાઈલ વિધ્વંસક ઈંફાલે બુધવારે સમુદ્રમાં બ્રહ્મોસ ફાયરિંગમાં ‘બુલ્સ આઈ’ સ્કોર કર્યો

    ભારતીય નૌસેનાની સ્વદેશી મિસાઈલ વિધ્વંસક ઈંફાલે બુધવારે સમુદ્રમાં બ્રહ્મોસ ફાયરિંગમાં ‘બુલ્સ આઈ’ સ્કોર કર્યો. પ્રથમ વાર એવું બન્યું છે કે, નૌસેનાએ કોઈ જહાજ ચાલુ થતા પહેલા વિસ્તારિત રેન્જવાળી બ્રહ્મોસ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. પરીક્ષણ દરમિયાન ભારતી જહાજ નિર્માણ ક્ષમકા, સ્વદેશી હથિયાર અને પ્લેટફોર્મની વિશ્વસનીયતા પર ફોકસ કરવામાં આવ્યું.

    પ્રથમ વાર એવું બન્યું છે કે, કમિશનિંગ પહેલા યુદ્ધપોતથી વિસ્તારિત રેન્જવાળી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું. જે ભારતીય નૌસેનાનું યુદ્ધની તૈયારી પર અતૂટ ફોકસ નિર્ધારિત કરે છે અને આત્મનિર્ભર ભારતની જહાજ નિર્માણ ક્ષમતાને રેખાંકિત કરે છે. બ્રહ્મોસ મિસાઈલે 90 ડિગ્રીનો ટર્ન લઈને ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. પ્રોજેક્ટ-15 બી ક્લાસ સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયરના 4 જહાજમાંથી ત્રીજુ યુદ્ધજહાજ છે. જે નૌસેનામાં શામેલ કરવાથી ભારતની સમુદ્રી તાકાતમાં વધારો થશે.

    પ્રોજેક્ટ-15 બી હેઠળ તૈયાર કરવામાં આવેલ ત્રીજુ યુદ્ધજહાજ ઈંફાલ પહેલી વાર 28 એપ્રિલના રોજ સમુદ્રી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું. જેનું નિર્માણ મજગાવ ડોક લિમિટેડમાં કરવામાં આવ્યું છે અને પૂર્વોત્તર ભારતના એક શહેરના નામ પર યુદ્ધજહાજનું નામ રાખવામાં આવ્યું છે. ઈંફાલને અત્યાર સુધીનું સૌથી મોટું અને વિધ્વંસક યુદ્ધજહાજ હોવાનું ગૌરવ પ્રાપ્ત થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply