ન્યૂ ફરક્કા એક્સપ્રેસના નવ ડબ્બા પાટા ઉપરથી ઉતરી પડતાં છના મોત
Live TV
-
ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં હરચંદપુર રેલવે સ્ટેશન પાસે ન્યૂ ફરક્કા એક્સપ્રેસના નવ ડબ્બા પાટા ઉપરથી ઉતરી પડતાં છના મોત થાય છે.
આ બનાવમાં 20 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બની છે. ઘટના સ્થળે મોટા પાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જે માટે NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ બનાવ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી હતી.
રેલ મંત્રી પિયૂષ ગોયલે મૃતકોના પરિવારજનોને 5 લાખ, જ્યારે ઈજાગ્રસ્તને એક લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે.
રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા વહિવટી વડા પાસેથી સંભવ સહાય ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. આ સંબંધે પ્રશાસને વિવિધ શહેરોમાંથી હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિજનોને બે લાખ જ્યારે ઈજાગ્રસ્તોને પ0 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
